Esther 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત બાર માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતાં એટલે છ માસ બોળના તેલથી અને છ માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો-
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કુમારિકાઓને ઠરાવેલી રીત પ્રમાણે એક વર્ષ સુધી સૌંદર્ય પ્રસાધનોનો ઉપચાર કરીને તૈયાર કરવામાં આવતી. છ માસ બોળના અર્કથી અને છ માસ સુગંધીદ્રવ્યો તથા અન્ય પ્રસાધનો વડે તેમને તૈયાર કરવામાં આવતી. ત્યાર પછી જ દરેક કુમારિકાને અહાશ્વેરોશ રાજાની સમક્ષ જવાનો વારો આવતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની માવજત બાર માસ સુધી થતી. (કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા, એટલે છ માસ બોળના તેલથી, ને છ માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી [તેઓને તૈયાર કરવામાં આવતી].) પછી જ્યારે અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા અહાશ્વેરોશની સામે કુમારિકાઓના દરેકના વારા આવે તે પહેલાં તેઓને છ માસ સુધી સુગંધી પદાથોર્ વડે માવજત આપવામાં આવતી. પછી બીજા છ માસ તેઓને તેલો અને સૌંદર્ય માવજતો આપવામાં આવતી. આમ તેઓની બાર માસ સુધી કાળજી લઇ તૈયાર કરવામાં આવતી.