Esther 2:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાનો હુકમ બહાર પડતાં જ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં ઘણી કુમારિકાઓને સંરક્ષકઅધિકારી હેગે પાસે લાવવામાં આવી. તેમાં એસ્તેર પણ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી, ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાનો હુકમ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને પાટનગર સૂસા લાવીને હેગેને સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં લઇ જઇને હેગેને સોંપવામાં આવી હતી.