Esther 3:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પછી પહેલા માસને તેરમે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામોનની આજ્ઞાઓ પ્રમાણે અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના આગેવાનો પર, અર્થાત્ પ્રત્યેક પ્રાંતની લિપિમાં અને પ્રત્યેક પ્રાંતની ભાષામાં અને અહાશ્વેરોશ રાજાને નામે તે આદેશો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.