Esther 3:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે' હું યહૂદી છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ દરરોજ મોર્દખાયને એ વિષે પૂછયા કરતા, પણ તેણે તેમને કંઈ જવાબ આપ્યો નહિ. છેવટે તેણે તેમને કહી દીધું કે પોતે યહૂદી હોવાથી હામાનને નમન કરતો નથી. તેથી તેમણે હામાનને એ વાતની જાણ કરી અને જોવા લાગ્યા કે હામાન મોર્દખાયની એવી વર્તણૂક સહન કરી લે છે કે કેમ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તે તેઓનું સાંભળતો નહિ. ત્યારે એમ થયું કે, મોર્દખાયની આવી વર્તણૂક તે સહન કરશે કે નહિ તે જોવા માટે તેઓએ હામાનને કહી દીધું; કેમ કે મોર્દખાયે તેઓને કહ્યું હતું, “હું યહૂદી છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે તેઓ રોજ તેને પૂછતા હતા અને તે તેમની વાત સાંભળતો નહોતો, તેણે તેઓને એટલું જ કહ્યું કે, “હું એક યહૂદી છું.” તે લોકોએ આ બાબતની જાણ હામાનને કરી, એ જાણવા માટે કે, તે મોર્દખાયની વર્તણૂંક સહન કરે છે કે કેમ.