Esther 3:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અહાશ્વેરોશ રાજાના બારમાં વર્ષના પહેલા માસમાં, એટલે નીસાન માસમાં દિવસ અને મહિનો નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ [એટલે ‘પૂર’] નાખવામાં આવી, અને બારમા માસના, એટલે અદાર માસના તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા અહાશ્વેરોશના અમલના બારમા વર્ષ પહેલા એટલે કે નીસાન મહિનામાં હામાને ફાંસીનો દિવસ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમો દિવસ પસંદ થયો.