Esther 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે છેક મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને છેક રાજમહેલના દરવાજા પાસે આવી પહોંચ્યો. તે અંદર ગયો નહિ, કારણ, તાટનાં વસ્ત્ર પહેરીને રાજમહેલની અંદર જવાની મનાઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં પેસવાની પરવાનગી કોઈને નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છેક મહેલના દરવાજે જઇને બહાર ઊભો રહ્યો, કારણ કે ટાટ પહેરીને અંદર પ્રવેશવાની કોઇનેય પરવાનગી ન હતી.