Esther 5:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તેરને કહ્યું, "એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો અર્ધા રાજ્ય સુધી તું માગશે તે હું તે મંજૂર કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મદિરાપાન થઈ ગયા પછી રાજાએ એસ્તેરને પૂછયું, “તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ તને આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને કહ્યું, “તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે; અને તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દ્રાક્ષારસ પીતાં પીતાં રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી ખરેખર શી માગણી છે તે કહે, અડધા રાજ સુધી હું તે મંજૂર કરીશ.”