Esther 6:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, "જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો, અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પહેરાવી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.” એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.