Esther 6:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઉપરથી રાજાએ પૂછ્યું કે, "એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની હજૂરમાં જે દરબારીઓ હતા તેઓએ જણાવ્યું કે, મોર્દખાયને કંઈ જ આપવામાં આવ્યું નથી કદર કરાઈ નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ પૂછયું, “આ માટે મોર્દખાયને કંઈ સન્માન કે બક્ષિસ આપવામાં આવ્યાં છે?” રાજાના સેવકોએ જવાબ આપ્યો, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ પૂછ્યું, “એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે?” ત્યારે રાજાના ખિજમતગારોએ કહ્યું, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે?” ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, “મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”