Esther 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે અમે એટલે હું તથા મારા લોક, મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયાં છીએ જો અમને ફકત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઈ પણ માગ્યુું ન હોત, પણ જે નુકસાન રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂગી બેસી રહેત; પણ જે નુકસાન રાજાને થશે તેને મુકાબલે અમારું દુ:ખ કંઈ વિસાતમાં નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.”