Esther 8:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસ્તરે કહ્યું, ''જો આપની મરજી હોય અને જો આપની મારા પર કૃપાદૃષ્ટિ હોય અને જો આ વિચાર આપને સારો લાગે તો અને આપની આંખોને હું ગમતી હોઉં તો અગાગી હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે હુકમ રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણીએે કહ્યું, “જો રાજાને આ યોગ્ય લાગતું હોય, અને જો તમે મારાથી પ્રસન્ન હોય અને જો રાજાને વિચાર સારો લાગે તો અગાગી હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે હુકમ રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો;