Esther 9:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ એસ્તેર રાણીને કહ્યું, "સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે રાજાએ એસ્તેરને કહ્યું, “ફક્ત સૂસા નગરમાં જ યહૂદીઓએ પાંચસો માણસો મારી નાખ્યા છે. એમાં હામાનના દસેદસ પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા છે. તો પછી તેમણે બીજા પ્રાંતોમાં શું નહિ કર્યું હોય? હજુ પણ તારી બીજી કોઈ ઇચ્છા હોય તો તે પૂર્ણ કરવામાં આવશે. તું માગીશ તે હું આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને તથા હામાનના દશે પુત્રોને મારી નાખીને તેમનો નાશ કર્યો છે, તો મારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓએ કોણ જાણે શું કર્યું હશે! હવે તારી શી અરજ છે? તે પણ મંજૂર કરાશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે રાણી એસ્તેરને જણાવ્યું, “પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દશ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેમણે રાજ્યના બીજા પ્રાંતોમાં તું મારા દ્વારા શું કરાવા માંગે છે! જે માગે તે આપુ, તારે બીજું શું જોઇએ છે? માંગ અને તે મંજૂર થશે.”