Esther 9:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાનાં સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વ જનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે, એ બે દિવસોએ, લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે [તહેવાર] પાળવા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો ચૂક્યા વગર ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.