Esther 9:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો અને એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી; કેમ કે મોર્દખાયની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોર્દખાય રાજમહેલમાં ખૂબ મહત્વનો બની ગયો હતો, તેની નામના બધાં પ્રાંતમા ફેલાઇ ગઇ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઇ.