Exodus 1:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા.