Exodus 1:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ, ને જ્યારે તમે તેઓને પ્રસુતિ સમયે જુઓ, ત્યારે જો છોકરો જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માંટે ખાટલા પાસે જાઓ ત્યારે તેમનાં સંતાનની જાતિ પર ધ્યાન રાખો; છોકરો હોય તો તેને માંરી નાખવો, અને જો છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી.”