Exodus 1:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, "હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાયણોએ ફેરોને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તી સ્ત્રીઓ જેવી નથી, તેઓ એવી ખડતલ હોય છે કે દાયણો તેમની પાસે પહોંચે તે પહેલાં જ તેઓ બાળકને જન્મ આપી દે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તે દાયણોએ ફારુનને કહ્યું, “કારણ એટલું જ છે કે હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી; કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાયણો પહોંચે તે પહેલાં તો તેઓ જન્મ આપી દે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”