Exodus 10:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મૂસાને કહ્યું, "મિસર દેશ પર તારો હાથ ઊંચો કર એટલે તમામ ભૂમિ પર તીડો છવાઈ જશે. એ તીડો કરાથી બચી ગયેલાં તમામ વૃક્ષો અને છોડવાઓને અને અન્ય વનસ્પતિને ખાઈ જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તીડ લાવ; જેથી તેઓ ઇજિપ્ત પર ચડી આવીને કરાથી બચી ગયેલી બધી વનસ્પતિ ખાઈ જાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “તીડ [લાવવા] માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર કે, તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ મૂસાને કહ્યું, “મિસરની ભૂમિ પર તારો હાથ ફેલાવ એટલે મિસર ઉપર તીડો આવશે. તીડો મિસરની તમાંમ ભૂમિ પર પ્રસરી જશે અને કરાથી બચી ગયેલાં તમાંમ વૃક્ષો અને છોડોને ખાઈ જશે.”