Exodus 10:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુને ફરીથી મૂસાને બોલાવ્યો અને કહ્યું, "તમે લોકો જાઓ, યહોવાહનું ભજન કરો. તમે તમારી સાથે તમારાં બાળકોને પણ લઈ જઈ શકો છો. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને અહીં રહેવા દેજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ફેરોએ મોશેને બોલાવીને કહ્યું, “તમે જઈને પ્રભુની સેવાભક્તિ કરો; તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક અહીં રહેવા દો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને મૂસાને બોલાવીને કહ્યું, “તમે જાઓ, યહોવાની સેવા કરો. માત્ર તમારાં ઘેટાંબકરાં તથા તમારાં ઢોરઢાંક અહીં રહેવા દો. તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”