Exodus 10:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મૂસાએ કહ્યું, "અમે અમારાં ઘેટાંબકરાં સહિત જાનવરોને અમારી સાથે લઈ જઈશું; એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તારે અમને યજ્ઞ માટેનાં અર્પણો પણ આપવાં પડશે. અને અમે લોકો એ અર્પણો ઈશ્વર યહોવાહને ચઢાવીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મોશેએ જવાબ આપ્યો, “તમારે અમને બલિદાનો અને દહનબલિ પણ લઈ જવા દેવાં જોઈએ, જેથી અમે અમારા ઈશ્વર આગળ બલિદાનો ચડાવી શકીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ કહ્યું, “તમારે અમને યજ્ઞ તથા દહનીયાર્પણો પણ આપવાં જોઈએ કે, અમે અમારા ઈશ્વર યહોવાને યજ્ઞાપર્ણ કરીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા એ કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો એ અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું.