Exodus 10:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ તીડો જમીન પર એવાં છવાઈ જશે કે જમીન દેખાશે જ નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ બચેલું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંના તમામે છોડ ખાઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ દેખાશે નહિ. અને કરાથી જે તમારે માટે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે, અને જે પ્રત્યેક વૃક્ષ તમારે માટે ખેતરમાં ઊગેલું હશે તે પણ તેઓ ખાઈ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે લોકો જમીનને એવી ઢાંકી દેશે કે કોઈ જમીન જોવા જ પામશે નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ વધ્યું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંનું એકેએક વૃક્ષ ખાઈ જશે.