Exodus 10:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે બોલાવવામાં આવ્યા. ફારુને તેઓને કહ્યું, "ભલે, તમે જાઓ અને તમારા ઈશ્વર યહોવાહનું ભજન કરો. પણ મને જણાવો કે તમે કોણ કોણ જશો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશે તથા આરોનને ફેરો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ફેરોએ તેમને કહ્યું, “જાઓ, જઈને તમારા ઈશ્વર પ્રભુની સેવા ભક્તિ કરો, પણ કોણ કોણ જશો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા તથા હારુનને ફારુનની હજૂરમાં ફરી રજૂ કરવામાં આવ્યા; અને ફારુને તેઓને કહ્યું, “તમે જઈને તમારાં ઈશ્વર યહોવાની સેવા કરો. પણ કોણ કોણ જવાનાં છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?”