Exodus 12:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું]; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.