Exodus 12:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે બેખમીર રોટલીનું પર્વ ઉજવવું, કારણ કે એ જ દિવસે મેં તમાંરા લોકોને ટુકડીવાર મિસર દેશમાંથી બહાર કાઢયાં હતાં, તેથી એ દિવસે તમાંરા વંશજોએ કાનૂન પાળવો.