Exodus 12:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મધરાતે એમ થયું કે યહોવાએ રાજ્યાસને બિરાજમાન ફારુનના પ્રથમજનિતથી માંડીને તુરંગવાસી કેદીના પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોને મારી નાખ્યા. અને પશુના સર્વ પ્રથમ જન્મેલાને [પણ મારી નાખ્યા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.