Exodus 12:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, "તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જ રાત્રે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે અને તમારા ઇઝરાયલી લોકો અહીંથી ચાલ્યા જાઓ; મારો દેશ છોડીને જતા રહો અને તમારા કહેવા પ્રમાણે અહીંથી જઈને પ્રભુની સેવાભક્તિ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મૂસાને તથા હારુનને રાત્રે તેડાવીને કહ્યું, “તમે તથા ઇઝરાયલીઓ બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ. અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને બંનેને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “તૈયાર થઈ જાઓ, અને માંરી પ્રજામાંથી ચાલ્યા જાઓ! તમે અને ઇસ્રાએલીઓ બંન્ને જાઓ, અને તમે જે કહ્યું હતું તે પ્રમાંણે યહોવાની ઉપાસના કરો.