Exodus 13:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, 'આનો અર્થ શો છે?' ત્યારે તમે કહેજો કે, 'યહોવા પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.