Exodus 13:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમયે ફેરોએ હઠે ચડીને અમને જવા દેવાની ના પાડી, ત્યારે પ્રભુએ ઇજિપ્તીઓના પ્રથમજનિત મનુષ્યો અને પ્રાણીઓના સર્વ પ્રથમજનિતોનો સંહાર કર્યો હતો. તેને લીધે પશુઓના પ્રત્યેક પ્રથમ જન્મેલા બચ્ચાનું હું પ્રભુને બલિદાન ચડાવું છું, અને પ્રથમજનિત પુત્રોને મૂલ્ય આપીને છોડાવી લઉં છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે ફારુને મન કઠણ કરીને અમને જવા ન દીધા, ત્યારે યહોવાએ મિસર દેશમાં સર્વ પ્રથમજનિતને એટલે પ્રથમજનિત મનુષ્યોને તથા પ્રથમજનિત પશુઓને મારી નાખ્યા; તે માટે કૂખ ફાડનાર સર્વ નરોને હું યહોવાને અર્પી દઉં છું; પણ મારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુન હઠે ચડયો હતો, તેથી તેણે અમને બહાર જવા દેવાની ના પાડી, ત્યારે યહોવાએ મિસર દેશનાં બધાં પ્રથમ જન્મેલાં સંતાનોને, માંણસનાં અને ઢોરનાં બંનેનાં પહેલાં સંતાનોને માંરી નાંખ્યાં હતાં, તેથી અમે પ્રથમજનિત બધાં નર પશુઓ યહોવાને અર્પણ કરીએ છીએ, પણ અમાંરા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે નાણાં આપીને છોડાવીએ છીએ.’