Exodus 13:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, "યહોવા જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ પોતાની સાથે યોસેફનાં અસ્થિ પણ લઈ લીધાં. કારણ, યોસેફે ઇઝરાયલીઓને સોગન દઈને કહ્યું હતું, “ઈશ્વર તમને અહીંથી છોડાવે ત્યારે તમારી સાથે મારાં અસ્થિ લઈ જજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં; કેમ કે તેણે ઇઝરાયલીઓને પ્રતિ લેવડાવીને કહ્યું હતું, “યહોવા ખરેખર તમારી ખબર લેશે, ને તમે અહીંથી મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં હતાં. યૂસફે ઇસ્રાએલ પુત્રોની પાસે એના માંટે આ કરવા સમ લેવડાવ્યા એમ કહેતા, “યહોવા જરૂર તમાંરી મદદ કરવા આવશે, તે સમયે તમે માંરાં હાડકા અહીંથી લઈ જજો.”