Exodus 13:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવા મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ દિવસે તેમ જ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા માટે મેઘસ્તંભમાં, ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં, તેઓની આગળ આગળ ચાલતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને દિવસે રસ્તો બતાવવા માંટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભરૂપે ચાલતા. જેથી તેઓ સતત રાતદિવસ યાત્રા કરી શકતા હતા.