Exodus 13:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ લોકોને કહ્યું, "જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવા પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ.