Exodus 13:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવા તમને દૂધમધથી ભરપૂર એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.