Exodus 14:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુન નજીક આવ્યો, ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા; અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે સમયે ફારુન તેમની નજીક આવી પહોંચ્યો, તે સમયે ઇસ્રાએલીઓએ નજર કરીને જોયું તો ખબર પડી કે તેમની પાછળ મિસરીઓ પડ્યા છે! ત્યારે તેઓ ખૂબ ભયભીત થયા અને સહાય માંટે યહોવાને પોકાર કર્યો.