Exodus 14:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, 'અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તમાંથી નીકળ્યા તે પહેલાં જ અમે તને નહોતું કહ્યું કે અમને અહીં ઇજિપ્તીઓની ગુલામીમાં રહેવા દે? અહીં રણપ્રદેશમાં મરવા કરતાં તેમના ગુલામ થઈને રહેવાનું અમારે માટે વધારે સારું હતું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે શું મિસરમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસરીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસરીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો?’ આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.”