Exodus 14:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશેએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો અને સવાર થતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયો. ઇજિપ્તીઓએ સમુદ્રમાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુએ તેમને સમુદ્ર મધ્યે ડુબાડી દીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો, ને પરોઢ થતાં સમુદ્ર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો; અને મિસરીઓ તેની સામેથી નાઠા; અને યહોવાએ મિસરીઓને સમુદ્રની મધ્યે ડુબાડી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા.