Exodus 14:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પાણી પાછાં વળીને રથો તથા સવારો તથા તેમની પાછળ સમુદ્રમાં ગયેલા ફારુનના સમગ્ર સૈન્ય ઉપર ફરી વળ્યાં. તેઓમાંથી એક પણ બચ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ.