Exodus 15:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશે ઇઝરાયલીઓને સૂફ સમુદ્રથી આગળ લઈ ગયો અને તેઓ શૂરના રણપ્રદેશમાં આવ્યા. તેઓ ત્રણ દિવસ સુધી રણપ્રદેશમાં ચાલ્યા પણ તેમને પાણી મળ્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ ઇઝરાયલી લોકોને સૂફ સમુદ્રથી આગળ ચલાવ્યા, અને તેઓ નીકળીને શૂર અરણ્યમાં ગયા. અને તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં.