Exodus 16:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, "આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ તેમને કહ્યું, “પ્રભુએ આજ્ઞા કરી છે કે આવતીકાલે વિશ્રામનો પવિત્ર દિવસ છે અને તે તો ઈશ્વરને અર્પિત સાબ્બાથ છે. તેથી આજે જે ખોરાક શેકવો હોય તે શેકી લો અને બાફવો હોય તે બાફી લો. જે કંઈ વધે તે આવતીકાલ માટે રાખી મૂકો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓને કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે એ છે કે, કાલે પવિત્ર વિશ્રામ, એટલે યહોવાનો પવિત્ર સાબ્બાથ છે. એ માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો. અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેણે તેઓને કહ્યું, “યહોવાની આજ્ઞા એવી છે કે, આવતી કાલે વિશ્રામવાર છે, યહોવાનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમાંરે જે રાંધવુ હોય તે રાંધી લો, અને જે વધે તે તમાંરા માંટે સવાર સુધી રાખી મૂકો.”