Exodus 16:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, યહોવાહે તમને વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપશે, એટલે સાતમે દિવસે તેઓએ દરેકે પોતપોતાના નિવાસમાં જ રહેવું અને બહાર નીકળવું નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાદ રાખો, મેં પ્રભુએ તમને સાબ્બાથદિન આપ્યો છે અને તેથી છઠ્ઠે દિવસે હું તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપીશ. સાતમે દિવસે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે અને બહાર જાય નહિ”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, યહોવાએ તમને સાબ્બાથ આપ્યો છે, તે માટે છઠ્ઠે દિવસે તે તમને બે દિવસનું અન્ન આપે છે. તમ પત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો, સાતમે દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર ન જાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ, યહોવાએ તમાંરા માંટે વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ માંટે ચાલે તેટલુ અન્ન આપશે, તેથી સાતમે દિવસે પ્રત્યેક જણે પોતપોતાના ઘરમાં રહેવું અને કોઈએ બહાર નીકળવું નહિ.”