Exodus 16:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મૂસા અને હારુને ઇઝરાયલી લોકોને કહ્યું, "આજે રાત્રે તમે યહોવાહની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને બચાવીને બહાર લાવનાર તે ઈશ્વર તો યહોવા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ તથા હારુને સર્વ ઇઝરયલી લોકોને કહ્યું, ‘સાંજે તમે જાણશો કે તમને મિસરમાંથી કાઢી લાવનાર તે યહોવા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે.