Exodus 16:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસાએ કહ્યું, "યહોવા, સાંજે તમને ખાવા માટે માંસ આપશે અને સવારે ઘરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. તમારી ફરિયાદ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાહની વિરુદ્ધ છે. અમે તે વળી કોણ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ કહ્યું, “યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે, ને સવારે ધરાતાં સુધી રોટલી આપશે (ત્યારે એમ થશે); કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે તે સાંભળે છે; અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”