Exodus 17:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના લોકોની સમગ્ર જમાતે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાહની આજ્ઞા મુજબ આગળ પ્રયાણ કરીને રફીદીમમાં મુકામ કર્યો. પરંતુ ત્યાં લોકોને પીવા માટે પાણી દુર્લભ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલનો આખો સમાજ સીનના રણપ્રદેશમાં નીકળીને પ્રભુની આજ્ઞાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરી કરતાં કરતાં આગળ વધ્યો. પછી તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો. પણ ત્યાં લોકોને પીવા માટે પાણી નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ ઇઝરાયલીઓએ સીનના અરણ્યમાંથી કૂચ કરીને યહોવાની આજ્ઞાનુસાર મજલ કરીને રફીદીમમાં છાવણી કરી. અને ત્યાં લોકોને પીવાને પાણી નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું.