Exodus 17:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆ મોશેની આજ્ઞા પ્રમાણે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા ગયો. મોશે, આરોન તથા હુર પર્વતના શિખર ઉપર ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું; અને મૂસા તથા હારુન તથા હૂર પર્વતના શિખર ઉપર ચઢયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને અમાંલેકીઓ સામે જંગે ચડયો. પછી મૂસા તથા હારુન અને હૂર પર્વતની ટોચ પર પહોંચી ગયા.