Exodus 17:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મૂસાને કહ્યું, "આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “આ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ. કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”