Exodus 17:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે." ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. (એટલે ત્યાં પાણીનું વહેણ થયું.)
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ.