Exodus 17:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, "તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ યહોશુઆને કહ્યું, “તું આપણામાંથી કેટલાક પુરુષો પસંદ કરીને આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું કાલે ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યહોશુઆને કહ્યું, “આપણે માટે માણસો ચૂટી કાઢ, ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં ઇશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી માંણસો પસંદ કરીને આવતી કાલે અમાંલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું દેવની લાકડી લઈને પર્વતની ટોચ પર ઊભો રહીશ.”