Exodus 18:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા લોકો માટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, "લોકોના માટે તું આ શું કરે છે? ન્યાયાધીશ તરીકે તું એકલો બેસે છે અને આટલા બધા લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવીને ઊભા રહે છે! તેનું શું કારણ છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે લોકો માટે જે કામ કરતો હતો તે યિથ્રોએ જોયું ત્યારે તેણે કહ્યું, “લોકોને માટે તું આ કામ કરે છે? તું એકલો જ આ બધું કામ કરે છે અને લોકો તારી સલાહ લેવા સવારથી સાંજ સુધી તારી પાસે આવ્યા કરે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ લોકોને જે બધું કર્યું તે મૂસાના સસરાએ જોયું, ત્યારે તેણે કહ્યું, “તું લોકોને આ શું કરે છે? તું પોતે એકલો બેસે છે, ને સર્વ લોકો સવારથી તે સાંજ સુધી તારી આગળ ઊભા રહે છે એનું કારણ શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા લોકો માંટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માંટે તમે આ શું કરો છો? તું એકમાંત્ર ન્યાયાધીશ તરીકે બેસી રહે છે અને લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવ્યા જ કરે છે!”