Exodus 18:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી ત્યારે તેના સસરા યિથ્રોએ તેઓને પોતાને ઘરે રાખ્યાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યિથ્રો મોશેની પત્ની સિપ્પોરા તથા તેના બન્ને પુત્રોને લઈને આવ્યો. કારણ, મોશેએ તેમને મિદ્યાનમાં જ રાખ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી, ત્યારે તેના સસરા યિથ્રોએ [પોતાને ઘેર] તેઓને રાખ્યા હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા.