Exodus 18:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરતાં; અને અઘરા મુકદમા તેઓ મૂસાની પાસે લાવતા, પણ પ્રત્યેક નજીવી તકરાર તેઓ પોતે ચૂકવતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ તે લોકો જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા, અને નાના પ્રશ્નો તેઓ જાતે પતાવતા.