Exodus 18:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાહે ઇઝરાયલના લોકો માટે ફારુન અને મિસરના લોકોના જે હાલહવાલ કર્યા હતા તથા ઇઝરાયલના લોકોને માર્ગમાં જે જે વિટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાહે તેઓને કેવી રીતે બચાવ્યા હતા, તે વિષે બધું કહી સંભળાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓને છોડાવવા પ્રભુએ ફેરો તથા ઇજિપ્તના લોકોના જે હાલહવાલ કર્યા હતા તે બધું મોશેએ યિથ્રોને કહ્યું. વળી, માર્ગમાં લોકોને જે કષ્ટ પડયું તથા પ્રભુએ તેમને કેવી રીતે બચાવ્યા તે પણ તેણે કહી સંભળાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ ઇઝરાયલને લીધે ફારુનને તથા મિસરીઓને જે બધું કર્યું હતું, ને જે બધું કષ્ટ તેમના પર માર્ગમાં પડયું હતું, ને કેવી રીતે યહોવાએ તેઓનો બચાવ કર્યો હતો, તે બધું મૂસાએ તેના સસરાને કહી સંભળાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાએ ઇસ્રાએલના લોકો માંટે ફારુન અને મિસરના લોકોના જે હાલ કર્યા હતા તથા ઇસ્રાએલના લોકોને માંર્ગમાં જે જે વિંટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાએ તે લોકોને કેવી રીતે ઉગાર્યા હતા, તે બધું કહી સંભળાવ્યું.